E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : શિવાની શિવાજી રોયની ધમાકેદાર વાપસી, મર્દાની 3 નું નવું ગીત...

Entertainment : શિવાની શિવાજી રોયની ધમાકેદાર વાપસી, મર્દાની 3 નું નવું ગીત બબ્બર શેરની થયું રિલીઝ

આગામી 30 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં રાની મુખર્જી ફરી એકવખત જાંબાજ પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયના આઇકોનિક પાત્રમાં જોવા મળશે.

બોલિવૂડની સૌથી સફળ મહિલા-પ્રધાન ફ્રેન્ચાઇઝી મર્દાની તેની ત્રીજી સિકવન્સ સાથે વાપસી કરી રહી છે. આગામી 30 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં રાની મુખર્જી ફરી એકવખત જાંબાજ પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયના આઇકોનિક પાત્રમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે યશ રાજ ફિલ્મ્સે તાજેતરમાં બબ્બર શેરની શીર્ષક ધરાવતું એક શક્તિશાળી ગીત રિલીઝ કર્યું છે.

આ ગીતનું સંગીત સાર્થક કલ્યાણીએ તૈયાર કર્યું છે, જ્યારે તેના તેજસ્વી બોલ શ્રુતિ શુક્લાએ લખ્યા છે. ગીતમાં સામેલ ડી એમસીનું રેપ સેગમેન્ટ તેને આજની પેઢી માટે વધુ અસરકારક બનાવે છે. આ ગીત વિશે વાત કરતા રાણી મુખર્જીએ જણાવ્યું હતું કે, બબ્બર શેરની એ માત્ર એક ગીત નથી, પરંતુ આ ફિલ્મની આત્મા છે. તે સ્ત્રીની શક્તિ, તેના અડગ સંકલ્પ અને અન્યાય સામે લડવાની જિદ્દને રજૂ કરે છે. આ ટ્રેક શિવાણી શિવાજી રોયના વ્યક્તિત્વનો વૈચારિક વિસ્તાર છે, જે સાચા અર્થમાં ‘મર્દાની’ હોવાનો અર્થ સમજાવે છે. વાયઆરએફે નવા ટ્રેક દ્વારા મહિલાઓના સાહસ અને જિદ્દને સલામ કરી છે.

મર્દાની 3 માં શિવાની શિવાજી રોય 93 ગુમ થયેલી યુવતીઓને બચાવવા માટે સમય સામેની રોમાંચક જંગ લડતી જોવા મળશે. મર્દાની (2014): માનવ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments