E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAnand : સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી દૂષ્કર્મ કરનારો યુવક ઝડપાયો

Anand : સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી દૂષ્કર્મ કરનારો યુવક ઝડપાયો

સગીર વયની કિશોરીની સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે માતાને મળવા લઈ જવાના બહાને ઉતરસંડા ખાતે મિત્રના ઘરે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો

આણંદ શહેરમાં રહેતી 17 વર્ષની સગીર વયની કિશોરીની સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે માતાને મળવા લઈ જવાના બહાને ઉતરસંડા ખાતે મિત્રના ઘરે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો બનાવી કિશોરીને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપનાર આરોપીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો.

આણંદ શહેરમાં ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા અને સાંગોળપુરામાં રહેતા તુષાર પ્રકાશભાઈ બારૈયાએ 17 વર્ષની સગીર કિશોરી સાથે ઓળખાણ કરી મિત્રતા કરી હતી અને ત્યારબાદ ધીમે ધીમે કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.

સગીર કિશોરી સાથે બદકામ કરવાના ઈરાદે તુષારે સગીર કિશોરીને આપણે લગ્ન કરવાના હોવાથી ચાલ તને મારી માતા પાસે લઈ જઈ તને બતાવી દઉ તેમ કહી ગત 1 જાન્યુઆરીના રોજ સગીર કિશોરીને પોતાની એકટીવા મોપેડ પર બેસાડીને નડિયાદનાં ઉતરસંડા ખાતે સ્ટેશન રોડ પર રહેતા પોતાના મિત્ર કિશન સુરેશભાઈ તડવી ના ઘરે લઈ ગયો હતો. કિશન ઘરમાં એકલો જ હતો જેથી તુષાર અને સગીર કિશોરીને ઘરમાં બેસાડીને હું હમણાં આવું છું તેમ કહીને કિશન ઘર બંધ કરીને ચાલ્યો ગયો હતો.

તુષાર પ્રકાશ બારૈયાએ સગીરાને હું તને બે વર્ષથી પ્રેમ કરું છું. તું મને તારી સાથે શારીરિક સંબંધ બાંધવા દે. જો તું મને તારી સાથે શરીર સંબંધ બાંધવા નહીં દઉં. તો તું મારી સાથે મોબાઇલ પર વાતો કરતી હતી અને મને મેસેજો કરતી હતી તેની હું તારા ઘરે જાણ કરી દઈશ તેમ કહી તુષારે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

તુષારે કિશોરીને કહ્યું હતું કે મે તારો વિડીયો ઉતારી લીધો છે. તું કોઈને આ બાબતની જાણ કરીશ તો હું આ વિડીયો તારા વિસ્તારમાં વાયરલ કરી તને બદનામ કરી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી સગીર કિશોરી ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ તુષાર કિશોરીને આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાથી ડરી ગયેલી સગીર કિશોરી પોતાના ઘરે આવી સૂનમૂન રહેતી હોવાથી પરિવારજનોએ તેણીની પૂછપરછ કરતા સગીરાએ રડતાં રડતાં પોતાના માવતરને સઘળી હકીકત જણાવી હતી. જેને લઈને પરિવારજનો ચોકી ઉઠ્યા હતાં.પરિવારે આણંદ શહેર પોલીસ મથકે પહોંચી જઈને ફરિયાદ નોંધાવતા પોલીસે તુષાર પ્રકાશભાઈ બારૈયા રહે, સાંઞોળપુરા તથા કિશન સુરેશભાઈ તડવી રહે, ઉત્તરસંડા વિરુદ્ધ દુષ્કર્મની અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ કિશન તડવીને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી

ગત રાત્રે દુષ્કર્મ ગુજારનાર આરોપી તુષાર પ્રકાશભાઈ બારૈયા ને ઝડપી પાડી તેની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી અને આજે સવારે મેડીકલ કરાવ્યા બાદ ઉતરસંડા ખાતે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments