E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં ચાલતા જુગારધામ પર રેડ, 14 શકુનિઓ ઝડપાયા

Ahmedabad : મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં ચાલતા જુગારધામ પર રેડ, 14 શકુનિઓ ઝડપાયા

અમદાવાદના જગતપુર મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં રાઘવેન્દ્રસિંહ રાજપૂતની ઓફિસમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચ દ્વારા રેડ કરવામાં આવી છે. 1.85 લાખના મુદ્દામાલ સાથે 14 જુગારીઓ ઝડપાયા છે.અમદાવાદ શહેરના પોશ ગણાતા જગતપુર વિસ્તારમાં આવેલી એક બિઝનેસ ઓફિસમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં રેડ કરીને મોટા પાયે જુગાર રમતા શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

જગતપુર વિસ્તારમાં આવેલી ‘મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટ’ નામની બિલ્ડિંગની એક ઓફિસમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાઘવેન્દ્રસિંહ રાજપૂત નામનો શખ્સ પોતાની જ ઓફિસમાં જુગારનો અડ્ડો ચલાવતો હતો. દિવસ દરમિયાન બિઝનેસ સેન્ટર તરીકે ઓળખાતી આ જગ્યાએ રાત્રિના સમયે જુગારની મહેફિલ જામતી હતી.

ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 14 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી 35,120 રૂપિયાની રોકડ રકમ, 11 નંગ મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ 1.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ક્લબ કે ફ્લેટમાં ચાલતા જુગારધામો પર પોલીસની સતત નજર હોય છે, પરંતુ હવે કોમર્શિયલ ઓફિસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, ત્યારે ક્રાઈમ બ્રાંચની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments