E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : સાઇબર ક્રાઇમમાં ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, રૂપિયા 826 કરોડના...

Gandhinagar : સાઇબર ક્રાઇમમાં ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, રૂપિયા 826 કરોડના મહાકાંડનો પર્દાફાશ

આ ટોળકી દેશભરમાં નોંધાયેલા 1,229 થી વધુ સાઇબર ફ્રોડના કેસોમાં સીધી રીતે સંડોવાયેલી હતી. ગુજરાત પોલીસની આ કામગીરીને સાઇબર સુરક્ષા ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગે એક અત્યંત જટિલ અને મોટા ગજાના આંતરરાજ્ય સાઇબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે ભારતના 28 રાજ્યોમાં પોતાનું જાળ બિછાવીને નિર્દોષ નાગરિકો સાથે અંદાજે રૂપિયા 826 કરોડની જંગી રકમની ઠગાઈ આચરી હતી. લાંબા સમયની વોચ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ ગેંગના 8 સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ટોળકી દેશભરમાં નોંધાયેલા 1,229 થી વધુ સાઇબર ફ્રોડના કેસોમાં સીધી રીતે સંડોવાયેલી હતી. ગુજરાત પોલીસની આ કામગીરીને સાઇબર સુરક્ષા ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગ અત્યાધુનિક સોફ્ટવેર અને લિંક્સ દ્વારા લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી દેતી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં સીમકાર્ડ, લેપટોપ અને બેંક પાસબુક મળી આવ્યા છે. આ ટોળકીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હી, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ મોટા પાયે આર્થિક ગુનાઓ આચર્યા હતા. હાલમાં પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચવા માટે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધી રહી છે. આટલી મોટી રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી અને આમાં કોઈ વિદેશી કનેક્શન છે કે કેમ, તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments