E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSurendranagar : કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા

Surendranagar : કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા

ધોળકા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન ભયજનક સપાટીએ પહોંચી રહ્યો છે. ગત સોમવારે સાંજે કલિકુંડ વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય નિવૃત્ત કર્મચારી મહેશકુમાર જોષી પર બે હિંસક શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા વૃદ્ધને શ્વાનોએ પગના ભાગે ગંભીર બચકાં ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

હુમલા દરમિયાન વૃદ્ધની બૂમાબૂમ સાંભળી નજીકના વેપારી મુકેશભાઈ વૈષ્ણવ મદદે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને રિક્ષા મારફતે તાત્કાલિક ધોળકા સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાની ગંભીરતા જોતા તબીબોએ તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments