અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ફોટોના આધારે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમને તેમના લંડન સ્થિત ઘરે પૂજા કરી હતી.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર તેમની કેમિસ્ટ્રીથી ફેન્સને દિવાના બનાવે છે. તેમનો આધ્યાત્મિક પ્રેમ પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ દરમિયાન આ પાવર કપલનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ફેન્સના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયા પર ફરતો એક ફોટો એવી અટકળોને વેગ આપી રહ્યો છે કે વિરાટ અને અનુષ્કાએ તેમના લંડનના ઘરે ધાર્મિક પૂજા કરી હતી. ફેન્સ આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હવે લંડનમાં રહે છે.આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લંડનમાં તેમના ઘરે પૂજાનું આયોજન કર્યું. પૂજાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં વિરાટ કોહલી ટ્રેડિશનલ કુર્તા પહેરેલો જોવા મળે છે, જ્યારે અનુષ્કા શર્મા સૂટ પહેરેલી અને હસતી જોવા મળે છ

ફોટામાં ઘરની બીજી એક મહિલા અને એક પૂજારી પણ જોવા મળે છે. આ પહેલી વાર નથી જ્યારે વિરાટ અને અનુષ્કા પૂજા કરતા હોય તેવો ફોટો વાયરલ થયો હોય. તાજેતરમાં જ વિરાટ કોહલીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી. હવે તેમના લંડન સ્થિત ઘરે પૂજા દરમિયાન નજીકના સંબંધીઓ પણ હાજર હતા.
આ ફોટામાં એક નાની છોકરી પણ જોવા મળી રહી છે, જેના કારણે ફેન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આ છોકરી કોણ છે. વિરાટ અને અનુષ્કાનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ તેના પર લાઈક્સ અને કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, “કિંગ કોહલી ખરેખર સનાતન છે.” આ સિવાય અન્ય યુઝરે લખ્યું છે કે “કોહલી ભાઈ લંડન ગયા હશે, પણ તેઓ પોતાના સંસ્કાર ભૂલ્યા નથી.”


