E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : સલમાન ખાનએ પોતાના ભાણિયાઓ સાથે ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ, 'બેટલ ઓફ...

Entertainment : સલમાન ખાનએ પોતાના ભાણિયાઓ સાથે ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ, ‘બેટલ ઓફ ગલવાન’નું ગીત ગાયું

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પહેલું ગીત ‘માતૃભૂમિ’ તાજેતરમાં રિલીઝ થયું છે અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસે સલમાન ખાન તેના ભાણિયા સાથે ‘માતૃભૂમિ’ ગીત ગાતા જોવા મળ્યા.

26 જાન્યુઆરીએ સમગ્ર દેશે 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી. આ પ્રસંગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ઘણા સ્ટાર્સે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી. કેટલાકે પોતાના ઘરોની છત પર તિરંગો ફરકાવ્યો, જ્યારે કેટલાકે સોશિયલ મીડિયા પર પોતાને પ્રાઉડ ઈન્ડિયન ગણાવી પોસ્ટ શેર કરી. આવી સ્થિતિમાં સુપરસ્ટાર સલમાન ખાન કેવી રીતે પાછળ રહી શકે? પ્રજાસત્તાક દિવસ પર સલમાન ખાન તેમના ભાણીયાઓ સાથે દેશભક્તિની ભાવનામાં ડૂબેલા જોવા મળ્યા, જેનો એક વીડિયો ભાઈજાને પોતે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો.

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પહેલું ગીત ‘માતૃભૂમિ’ તાજેતરમાં રિલીઝ થયું છે અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસે સલમાન ખાન તેના ભાણિયા સાથે ‘માતૃભૂમિ’ ગીત ગાતા જોવા મળ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો, જેના પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે.

સલમાન ખાને મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે તેની બહેન અર્પિતા ખાનની પુત્રી આયત અને પુત્ર આહિલ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, સલમાન ખાન, આયત અને આહિલ તેની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું દેશભક્તિ ગીત ‘માતૃભૂમિ’ ગાતા જોવા મળી રહ્યા છે.

ભાઈજાનનો આ વીડિયો પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ‘માતૃભૂમિ’ ગીત માટે સંગીત આપનાર હિમેશ રેશમિયાએ પણ હાર્ટના ઈમોજી સાથે વીડિયો પર પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, “ત્રણ સ્મિત.” બીજાએ કોમેન્ટ કરી, “બેસ્ટ અંકલ ઈન ધ યુનિવર્સ.” અન્ય એક યુઝરે લખ્યું, “ગલવાન 2000 કરોડ.” તમને જણાવી દઈએ કે ‘માતૃભૂમિ’ એક દેશભક્તિનું ગીત છે, જે પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા રિલીઝ થયું છે. આ વીડિયો ગીતમાં સલમાન ખાન એક સૈનિકની ભૂમિકામાં જોવા મળે છે. ગીતના શબ્દો સમીર અંજાન દ્વારા લખાયેલા છે, અને સંગીત હિમેશ રેશમિયા દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીતમાં અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને મણિ ધરમકોટે પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments