ઉલ્લેખનીય છે કે કઠલાલના ગાડવેલ વિસ્તારમાં LCB દ્વારા એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના દારૂનું કટીંગ ઝડપાયું હતું.. આ દારૂકાંડમાં એક PI અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે LCBના બે કોન્સ્ટેબલને જિલ્લા બહાર ડીઓ કરવામાં આવ્યા હતા.પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી નામનો આરોપી પોલીસ ધરપકડ બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતોઆ કેસમાં પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી નામનો આરોપી પોલીસ ધરપકડ બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. બાદમાં તેને કપડવંજ ખાતેથી ફરી પકડી પાડવામાં આવ્યો હતો

વાયરલ વીડિયોમાં પિન્ટુ ડાભી સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ રૂપિયા ઉડાડતા નજરે પડે છે. નોંધનીય છે કે શ્રવણ ડાભી અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદમાં પણ ચર્ચામાં આવી ચૂક્યા છે.એક તરફ આવા બુટલેગરોના કારણે પોલીસ કર્મચારીઓને સજા ભોગવવી પડે છે, તો બીજી તરફ દારૂકાંડના મુખ્ય આરોપીઓ જેલમાંથી બહાર આવી ખુલ્લેઆમ મોજ કરતા હોવાના દ્રશ્યો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે હવે પોલીસ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.


