ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી ચર્ચામાં છે. તેની ક્રિપ્ટિક પોસ્ટ જેમાં તેને પ્રાથમિકતાઓ વિશે વાત કરી હતી. આ પોસ્ટને હવે આરજે માહવાશ સાથે જોડવામાં આવી રહી છે.ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ઘણા સમયથી પોતાની પર્સનલ જીવનને લઈને ચર્ચામાં છે. એક્સ પત્ની ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા પછી તેનું નામ આરજે માહવાશ સાથે જોડાયું હતું. બંને વિવિધ સ્થળોએ સાથે જોવા મળ્યા હતા, જેના કારણે તેમના સંબંધોની વ્યાપક ચર્ચાઓ ફેલાઈ હતી.
પરંતુ હવે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. પરિણામે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની એક ક્રિપ્ટિક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે, જેમાં તેને ભાગવદ ગીતાનો એક શ્લોક શેર કર્યો હતો.
આરજે મહવાશ સાથેના બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી. તેને ભાગવદ ગીતામાંથી ભગવાન કૃષ્ણના એક વાક્યનો ઉલ્લેખ કર્યો. પોસ્ટમાં તેને લખ્યું છે કે “તે ક્યારેય સમય વિશે નથી, તે હંમેશા પ્રાથમિકતા વિશે છે. જો કોઈ તમારી પ્રાથમિકતા છે, તો તમે તેના માટે સમય કાઢશો.” યુઝવેન્દ્ર ચહલની આ ક્રિપ્ટિક પોસ્ટને આરજે માહવાશ સાથે જોડીને તેની ટીકા કરવામાં આવી રહી છે.

તાજેતરમાં યુઝવેન્દ્ર ચહલ એન્કર અને બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો હતો, જેના કારણે તેના અને શેફાલીના સંબંધો અંગે અટકળો શરૂ થઈ હતી. બંનેને સાથે ડિનર પર જોવા મળ્યા હતા. ત્યારબાદ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આરજે માહવાશને અનફોલો કર્યા પછી ક્રિકેટરે શેફાલી સાથે રિલેશનશીપમાં છે. પરંતુ બંનેમાંથી કોઈએ પણ ચર્ચાઓનો જવાબ આપ્યો નથી.
જો આપણે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સંબંધો વિશે વાત કરીએ તો તેમનો પ્રેમ કોવિડ-19 રોગચાળા દરમિયાન ખીલ્યો હતો. આ કપલે 2020 માં લગ્ન કર્યા હતા, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ લગ્નના 2 વર્ષ પછી 2022માં તેમના સંબંધોમાં તણાવ શરૂ થયો અને તેઓ અલગ રહેવા લાગ્યા. પરંતુ 2024ના અંતમાં અણબનાવની ચર્ચાઓ વધુ તીવ્ર બની અને કપલે માર્ચ 2025 માં છૂટાછેડા લીધા.


