આ ચોરાયેલા મુદ્દામાલની બજાર કિંમત અંદાજે 1.17 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ફેક્ટરી માલિકે જ્યારે રજાઓ બાદ એકમ ખોલ્યું ત્યારે ચોરીની જાણ થઈ હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્તરાયણની રજાઓનો લાભ ઉઠાવી થયેલી લાખોની ચોરીનો ભેદ ઓઢવ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી રોહિત પટણી, મહેશ પટણી અને કૃણાલ પટણીએ રાત્રિના સમયે એક ફેક્ટરીના પરિસરમાંથી અંદાજે 1,525 કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. આ ચોરાયેલા મુદ્દામાલની બજાર કિંમત અંદાજે 1.17 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ફેક્ટરી માલિકે જ્યારે રજાઓ બાદ એકમ ખોલ્યું ત્યારે ચોરીની જાણ થઈ હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ચોરીની સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેઓ માત્ર પોતાના વ્યક્તિગત મોજશોખ પૂરા કરવા માટે આ પ્રકારની ચોરીની પ્રવૃત્તિમાં સામેલ થયા હતા. તેઓએ વિચાર્યું હતું કે તહેવારોની રજાઓમાં ફેક્ટરીઓ બંધ હોવાથી કોઈને જાણ થશે નહીં, પરંતુ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઓઢવ પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


