ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમના કેસમાં પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ટેલિગ્રામ અને વેબસાઈટ બનાવીને લોકોને ટાર્ગેટ કરતા હતાં.
ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમના કેસમાં પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ટેલિગ્રામ અને વેબસાઈટ બનાવીને લોકોને ટાર્ગેટ કરતા હતાં. આડ કતરી રીતે ઈ કોમર્સ કંપનીને સુવિધાઓ આપતા હતાં. લોકોને ધમકી ભર્યા મેઈલ અને કોલ કરીને ડરાવતા હતાં. છેલ્લા દોઢ વર્ષમાં આ આરોપીઓએ 25 હજાર ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સના એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, સાયબર ક્રાઈમની તપાસમાં પોલીસે મધ્યપ્રદેશથી ઝડપેલા બે આરોપીની ધરપકડ બાદ તેમની મોડસ ઓપરેન્ડી જાણવા મળી હતી. તેઓ નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકો સાથે ઠગાઈ કરતા હતાં. આંતરરાષ્ટ્રીય ભાષામાં તેને CAAS કહેવામાં આવે છે. વેબસાઈટ માટે 10 દેશોના સર્વરનો ઉપયોગ કરતા હતાં. પોલીસને તપાસમાં 60 વેબસાઈટ અને 50 ટેલિગ્રામ ગ્રુપ મળી આવ્યા છે. ધમકી ભર્યા મેઈલ અને ઓટીપી અંગેની તપાસ ચાલુ છે.

ડો.રાજદિપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આરોપીઓ વન ટાઈમ સર્વિસના 15થી 40 રૂપિયા મેળવતા હતાં. તેઓ ધમકીભર્યા ઇમેલ કરવા, ધમકીભર્યા વોટ્સએપ કોલ કરવા, વેબસાઈટ માટેની સુવિધા આપવી વગેરે જેવી સુવિધા આપતા હતાં.ઓટીપી બાય ડોટ કોમ, ઓટીપી સપોર્ટ, ઓટીપી. ઓઆરજી વગેરે જેવી સર્વિસ અલગ અલગ માધ્યમથી ઉપલબ્ધ કરતા હતા. ચાઈનાના ડોમેઇન પરથી આ કામગીરી ચાલતી હતી એટલે ત્યાંથી ઓપરેટ થતી હોય એમ લાગે છે.આરોપીઓ સીધી રીતે સાયબર ક્રાઈમ ન કરે પણ અલગ અલગ 300થી 400 ઇકોમર્સ કંપનીને સુવિધા આપતા હતા.
ડો.રાજદિપસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે, સાયબર ગુનાની પાછળની સેવાને ઝડપવી એ મોટી ચેલેન્જ હતી. તપાસ માટે આ ટેકનીકલી ખૂબ પડકારજનક કામ હતું. 60 જેટલી અલગ અલગ વેબસાઈટ અને 50 ટેલિગ્રામ ગ્રુપ શોધી કાઢવામાં આવ્યા હતાં. જે OTP પૂરા પાડ્યા છે તેની તપાસ ચાલી રહી છે. જેના થકી ધમકીભર્યા ઈમેલ અંગે પણ માહિતી મળી શકશે. આ કેસમાં એડમની તરીકે કામ કરતાં અવધેશ રાવત સહિત ચાર ફોનમાંથી માહિતી મળી છે. ગુજરાતમાં બિગ બાસ્કેટને આ સુવિધાને કારણે મોટું નુકસાન થયું છે.આરોપીઓએ દોઢ વર્ષથી 25 હજાર જેટલા ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી અવધેશ પાસેથી ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. 30 ક્રિપ્ટો વોલેટમાંથી તેઓ નાણાં ટ્રાન્સફર કરતા હતાં. પોલીસે 20 લાખની કિંમતના USDT પણ જપ્ત કર્યા છે.


