E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : ભ્રષ્ટાચારનો 'રોડ શો', 6 મહિનામાં જ કરોડોનો RCC રોડ...

Surat : ભ્રષ્ટાચારનો ‘રોડ શો’, 6 મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયો, જનતામાં ભારે રોષ

આ નબળી કામગીરીને કારણે રોડ એક તરફ નમી ગયો હોવાનું પણ જણાઈ રહ્યું છે, જે સ્પષ્ટપણે કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશ તરફ આંગળી ચીંધે છે.

સુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતો કિસ્સો પાલનપુર કેનાલ રોડ પર સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે માત્ર 6 થી 7 મહિના પહેલાં જ તૈયાર કરવામાં આવેલો નવો નકોર RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ નબળી કામગીરીને કારણે રોડ એક તરફ નમી ગયો હોવાનું પણ જણાઈ રહ્યું છે, જે સ્પષ્ટપણે કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશ તરફ આંગળી ચીંધે છે.

આ મામલે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જનતાના ટેક્સના પૈસા અને સરકારના બજેટનો આ રીતે ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો આ ગાબડાંઓને કારણે કોઈ નિર્દોષ નાગરિકનું અકસ્માતમાં મૃત્યુ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોડ બનાવનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments