E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા

Surendranagar : દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં આવેલો રૂ.૧.૫૦ કરોડનો વિદેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડયો છે. ટ્રકમાં પ્લાયબોર્ડની આડમાં સંતાડેલી ૩૩,૮૧૬ બોટલ સાથે ડ્રાઈવર પકડાયો છે. દારૂનો જથ્થો ગેડિયા અને ઝેઝરી ગામના બુટલગરે મંગાવ્યો હતો. એસએમસીએ પાંચ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-કચ્છ હાઈવે પર દસાડાના માલવણ ગામ પાસે આવેલી હોટલ આલિશાનના કમ્પાઉન્ડમાં દરોડો પાડયો હતો. અહીં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા રાજસ્થાનથી પ્લાયવુડની આડમાં છુપાવેલી ઈંગ્લીશ દારૂની કુલ ૩૩,૮૧૬ બોટલ (રૂ.૧,૫૦,૪૮,૮૦૦) મળી આવી હતી. પોલીસે રૂ.૧૫ લાખની ટ્રક, મોબાઈલ અને પ્લાયવુડ સહિત કુલ રૂ.૧,૬૮,૫૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટ્રક ચાલક સતેન્દ્રપાલ બલવીરસિંગ (રહે. યુ.પી.)ની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો ઉદયપુરના પ્રિતમસીંગે મોકલ્યો હતો અને પાટડીના ગેડીયા ગામના બિલકિસબાનુ હનીફખાન મલેક, ઈસ્માઈલખાન બિસ્મિલ્લાખાન મલેક તથા ઝેઝરી ગામના અકીબખાન ઈલમખાન મલેકે મંગાવ્યો હતો. બજાણા પોલીસ મથકે કુલ ૫ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂ સ્થાનિક પોલીસની નાક નીચેથી પસાર થતો હોવા છતાં સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી કરવી પડી, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments