ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એકમોએ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારના જોફરમાં સુરક્ષાદળો અને જૈશ-એ-મોહમ્મ સાથે જોડાયેલા આતંકીઓની વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓ જે આતંકીઓનો પીછો કરી રહી હતી, તેમની સાથે જ ગોળીબારી શરૂ થઈ ગઈ.

ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એકમોએ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, ત્યારબાદ ઓપરેશન એનકાઉન્ટરમાં ફેરવાઈ ગયું. સુત્રોના જણાવ્યા મુજબ 2 જૈશના આતંકીઓ વિસ્તારમાં ફસાયેલા હોવાની આશંકા છે. સમગ્ર વિસ્તારને હાલમાં ઘેરી લેવામાં આવ્યો છે અને વધુ સૈન્ય દળ સ્થર પર મોકલવામાં આવ્યું છે. જંગલ અને પહાડી વિસ્તારને ધ્યાનમાં રાખતા સર્ચ ઓપરેશન સાવધાનીથી આગળ વધારવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન હાલમાં ચાલું છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે 27 જાન્યુઆરીએ જ જમ્મુ કાશ્મીરના નેશનલ હાઈવે પર ઉધમપુરના ખૈરી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા, જેમાં એક CRPF જવાન પણ સામેલ હતો. જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


