E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratUna : નશામાં ધૂત શખ્સનો ઓમકાર ચોકમાં હંગામો, લોકો પર કાર ચઢાવવાનો...

Una : નશામાં ધૂત શખ્સનો ઓમકાર ચોકમાં હંગામો, લોકો પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ

ઉના શહેરના ઓમકાર ચોક વિસ્તારમાં આનંદ જોશી નામનો શખ્સ પોતાની અલ્ટો કાર લઈને પહોંચ્યો હતો અને ત્યાં આવેલી દુકાનો તેમજ બ્યુટી પાર્લર પાસે ઉભેલા લોકોને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં દારૂના નશામાં ધૂત એક યુવકે ભારે હોબાળો મચાવ્યો હતો. શહેરના ઓમકાર ચોક વિસ્તારમાં આનંદ જોશી નામનો શખ્સ પોતાની અલ્ટો કાર લઈને પહોંચ્યો હતો અને ત્યાં આવેલી દુકાનો તેમજ બ્યુટી પાર્લર પાસે ઉભેલા લોકોને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. દારૂડિયાના ત્રાસથી કંટાળીને બ્યુટી પાર્લરની મહિલા સંચાલકે તત્કાલ 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ નશેબાજ આનંદે પોતાની કાર અંદરથી લોક કરી દીધી હતી. તેણે પોલીસ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું અને ત્યાં હાજર લોકો પર કાર ચઢાવી દેવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. આખરે, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે કારનો કાચ તોડીને આનંદ જોશીને બહાર ખેંચી કાઢ્યો હતો અને તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખસેડ્યો હતો.

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉનામાં દારૂના ખુલ્લેઆમ વેચાણ સામે અનેક સવાલો ઉભા થયા છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે રસ્તા પર હંગામો કરતા આવા શખ્સો સામે પોલીસ હવે કેવા કડક પગલાં ભરે છે અને દારૂ વેચનારાઓ સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments