પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરીને અને એક લેન ચાલુ કરાવીને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાચ ભરેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતાની સાથે જ તેમાં ભરેલો કાચનો જથ્થો હાઇવે પર વેરવિખેર થઈ ગયો હતો. કાચના ટુકડાઓ રસ્તા પર ફેલાઈ જવાના કારણે પાછળથી આવતા વાહનોની ગતિ થંભી ગઈ હતી અને જોતજોતામાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ હાઇવે પોલીસ અને ટ્રાફિક વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. રસ્તા પર વેરાયેલા કાચના જથ્થાને દૂર કરવા અને પલટી ગયેલી ટ્રકને હટાવવા માટે ક્રેન અને સફાઈ કામદારોની મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરીને અને એક લેન ચાલુ કરાવીને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.


