E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratNarmada : રાજપીપલા ગાર્ડન માં ખાણીપીણી ની રેકડીઓની જગ્યા પાકી દુકાનો બનાવી...

Narmada : રાજપીપલા ગાર્ડન માં ખાણીપીણી ની રેકડીઓની જગ્યા પાકી દુકાનો બનાવી દીધી

રાજપીપળામાં સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરવા બાબતે રાજપીપલા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલે અમદાવાદ હાઇકોર્ટ માં PLI ની ફરિયાદ દાખલ કરી છે.

જેમાં યુવરાજે જણાવ્યું છે કે આ બાંધકામ કેટલા એરિયામાં થયું તેની માહિતી ન હોય તે ઉમેરોએમ કોર્ટને તાકીદ કરીછે.રાજપીપલા ગાર્ડન માં ખાણીપીણી ની રેકડીઓની જગ્યા પાકી દુકાનો આપવા બનાવી દીધી છે.યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર નાણાંનો દૂરપયોગ કરાયાનો મુદ્દો ઊઠાવ્યોછે.

રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત હાઈ કોર્ટમાં એક જાહેરહિતની રિટ અરજી દાખલ કરી છે. જેમાં
રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાઓના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દૂરપયોગ કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

હાઇકોર્ટે અરજદાર પક્ષને કેટલા એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદ કરી છે.આ કેસ 5 વર્ષ થી કોર્ટ માં ચાલી રહ્યો છે
યુવરાજના જણાવ્યા અનુસાર મારાં પરદાદા સ્વ. વિજયસિંહજી મહારાજાપ્રજાના મનોરંજન માટે રાજપીપલાના લોકો માટે પાલિકા ને હરવા ફરવાના હેતુ માટે ગાર્ડન માટે જગ્યા આપી હતી.રાજપીપલા રાજ્ય ના વિલીનીકરણ વખતે લખ્યું હતું કે આ જગ્યા નો ઉપયોગ નોન કોમરશિયલ હેતુ માટે કરવાનો છે. પણ રાજપીપલા નગરપાલિકા એ એનો હેતુફેર કરી કોમર્શિયલ હેતુ માટે ગાર્ડન માં ખાણી પીણી ની કોમરસીયલ દુકાનો બનાવી આર્થિક ફાયદો કરી રહ્યાં છે.જેની પરવાનગી પણ બનાવી નથી.આ અંગે ઉચ્ચ કક્ષાએ ઘણી જગ્યાએ લેખિત રજુઆત કરવા કોઇ ન્યાય ન મળતા છેવટે હાઇકોર્ટ માં PIL દાખલ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે.ગાર્ડન માં બનાવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ માંગ કરી છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments