E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો...

Vadodara : વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો બન્યાં : અવારનવાર કાર્યવાહી બાદ પણ પરિસ્થિતી જૈસે થે

વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને માથાના દુ:ખાવારૂપ બનેલા મંગળ બજાર અને નવા બજારના લારી ગલ્લા પથારા સહિત દુકાનોના લટકણીયાના ગેરકાયદે દબાણો સામે કોર્પોરેશનનું તંત્ર વામણું પુરવાર થયું છે. ત્યારે, આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો અને દુકાનોના લટકણીયા ફરી એકવાર યથાવત રીતે થઈ જતા ગઈકાલે મંગળવારની રાત્રે અને આજે સવારે દબાણ શાખાની ટીમ મંગળ બજારમાં અચાનક ત્રાટકતા લારી ગલ્લા પથારાવાળાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરિણામે રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, તંત્ર દ્વારા ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નવા બજારમાં પાલિકા મ્યુ. કમિશનરે અચાનક મુલાકાત લીધી હતી. પરિણામે અનેક દુકાનદારોએ ગેરકાયદે કરેલા ઓટલા સહિતના દબાણો અંગે આદેશથી રાતોરાત બુલડોઝરના સહારે તમામ ગેરકાયદે ઓટલા સહિત અન્ય દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ, વિવિધ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ સક્રિય થઈ હતી. મંગળ બજારમાં પણ લારી ગલ્લા પથારા સહિત દુકાનોના લટકણીયા સામે તંત્રની લાલ આંખ થઈ હતી. જેથી મંગળ બજારના તમામ રોડ રસ્તા ખુલ્લા થતા ટ્રાફિક ધમધમતો થયો હતો. જ્યારે બીજી બાજુએ દબાણ શાખાની ટીમ મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કાયમી પેટ્રોલિંગ કરી રહી હતી.

આમ છતાં પણ દબાણ શાખાના આંખ આડા કાનની નીતિથી માત્ર કાગળ પર મંગળ બજારમાં પેટ્રોલિંગ રહેતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ ગેરકાયદે લારી ગલ્લા, પથારા અને દુકાનોના લટકણીયા યથાવત થઈ જતા આ વિસ્તારમાંથી વાહનચાલકોને ફરી એકવાર પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું હતું. દરમિયાન દબાણ શાખાની ટીમ મંગળ બજાર વિસ્તારમાં રાત્રે એકાએ ત્રાટકી હતી. પરિણામે લારી ગલ્લા પથારાવાળામાં ભાગદોડ મચી ગઈ હતી. આવી ભાગદોડના કારણે રાહદારીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણો હટાવીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો. જ્યારે દુકાનના લટકણીયા યથાવત રહેવાના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને વિસ્તારમાંથી પસાર થવાનું મુશ્કેલરૂપ બન્યું હતું.

નવા બજારમાં દબાણ શાખાએ રાતોરાત ઓટલા સહિત અનેક ગેરકાયદે દબાણો તોડી નાખ્યા અને મંગળ બજારમાં પણ સપાટો બોલાવ્યા બાદ સતત પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. પરંતુ આવું પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોવાનું કહેવાય છે. દુકાન આગળના લટકણીયા અંગે દુકાનોને સીલ કરવા સહિતની અપાયેલી ચીમકી કાગળનો વાઘ પુરવાર થઈ હતી અને સતત પેટ્રોલિંગ છતાં પણ મંગળ બજારમાં દબાણો કેવી રીતે થયા એવા પણ પ્રશ્નએ લોક ચર્ચા જગાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments