E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld Cancer Day : કેન્સર થવાનું શું છે કારણ, જાણો ડોક્ટરનું સૂચન

World Cancer Day : કેન્સર થવાનું શું છે કારણ, જાણો ડોક્ટરનું સૂચન

કેન્સર બીમારીમાં મોતનું જોખમ વધુ રહે છે. આજે વર્લ્ડ કેન્સર ડે છે. દુનિયામાં દરવર્ષે 4 ફેબ્રુઆરીના દિવસે કેન્સર ડે મનાવવામાં આવે છે.

કેન્સર શબ્દનું નામ સાંભળતા જ આપણને આંચકો લાગે છે. કારણ કે કેન્સર એક ગંભીર બીમારી છે. કેન્સર બીમારીમાં મોતનું જોખમ વધુ રહે છે. આજે વર્લ્ડ કેન્સર ડે છે. દુનિયામાં દરવર્ષે 4 ફેબ્રુઆરીના દિવસે કેન્સર ડે મનાવવામાં આવે છે. બ્લડ કેન્સર, મોં નું કેન્સર, સર્વાઈકલ કેન્સર, ફેફસાંનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવા અનેક કેન્સરના કેસ આજે વધવા લાગ્યા છે. વૈશ્વિક સ્તરે કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. ડોક્ટર કહે છે કેન્સર થવાના ચોક્કસ કારણો નથી.

જીવનશૈલી અને આદતો : તંબાકુ અને ધૂમ્રપાન, અને દારુની ખરાબ આદત કેન્સરનું સૌથી મોટું કારણ છે. તે ફેફસાં, મોઢાં અને ગળાના કેન્સર માટે જવાબદાર છે. વધુ પડતો દારૂ લીવર, સ્તન અને અન્નનળીના કેન્સરનું જોખમ વધારે છે.

ખોરાક: વધુ પડતો પ્રોસેસ્ડ ફૂડ, તેલવાળું ખાવાનું અને ફળો-શાકભાજીનો ઓછો ઉપયોગ પણ જોખમ વધારે છે. આજકાલ લોકોમાં જંકફૂડ ખાવાનો ક્રેઝ વધ્યો છે. જે લોકોની પાચનશક્તિ સંવેદનશીલ હોય છે તેમને આ ખોરાકનું પાચન થતું નથી. સમય જતા બેકટેરિયા થાય છે. આ બેકટેરિયા કેન્સરનું કારણ બને છે.

પ્રદૂષણ: હવામાં રહેલા હાનિકારક કેમિકલ્સ અને ધુમાડો. ઇન્ડસ્ટ્રીયલ કચરો તેમજ હવામાનના કારણે હવામાં ઝેરી અસર વધે છે. ફેક્ટરીઓમાં વપરાતા એસ્બેસ્ટોસ, બેન્ઝીન જેવા ઝેરી પદાર્થો.વાયુ પ્રદૂષણ શ્વસન તંત્ર પર અસર કરે છે. ખાસ કરીને અસ્થમાના દર્દી અને ફેફસાંમાં પ્રદૂષણની અસર થાય છે. ફેફસાના કેન્સરની શકયતા વધે છે.

આનુવંશિક કારણો : લગભગ 5% થી 10% કેન્સર વારસાગત હોય છે. જો પરિવારમાં કોઈને કેન્સર હોય, તો લોહીના સંબંધ ધરાવતા અન્ય સભ્યોમાં તેનું જોખમ વધી શકે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોના વધુ પડતા સંપર્કથી સ્કીન કેન્સર થઈ શકે છે.

ચેપ અને વાયરસ : કેટલાક વાયરસ જેમ કે HPC અને Hepatitis B & C લાંબા ગાળે કેન્સરનું કારણ બની શકે છે.

વધતી ઉંમર અને મેદસ્વીતા : ઉંમર: જેમ ઉંમર વધે છે, તેમ કોષોમાં નુકસાન થવાની શક્યતા વધે છે. શરીરમાં રહેલી વધારાની ચરબી હોર્મોન્સમાં ફેરફાર કરે છે, જે કેન્સરને ઉત્તેજન આપી શકે છે.

વૈશ્વિક સ્તરે કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.નિયમિત કસરત, પૌષ્ટિક આહાર, વ્યસનોથી દૂર રહેવું અને સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવાથી કેન્સરના જોખમને ઘટાડી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments