E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratGujarat : Surat ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, ગાંધીનગરની ટીમે 1 કિલોથી...

Gujarat : Surat ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, ગાંધીનગરની ટીમે 1 કિલોથી વધુ MD ડ્રગ્સ સાથે 3ની કરી ધરપકડ

સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરથી આવેલી SMCની ટીમે ડિંડોલી સ્થિત રીજન્ટ પ્લાઝામાં ઓચિંતા દરોડા પાડ્યા હતા, જ્યાંથી 1 કિલો અને 12 ગ્રામ જેટલો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી છે. ડ્રગ્સ, રોકડ અને અન્ય સાધનો મળીને કુલ રૂ. 41.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડને પગલે શહેરના ડ્રગ્સ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સ્થાનિક ડિંડોલી પોલીસ અને સુરત એસઓજી (SOG) જેવી સ્પેશિયલ એજન્સીઓના નાક નીચે આટલું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું, છતાં તેમને તેની ગંધ પણ ન આવી. ગાંધીનગરની ટીમે કરેલી આ રેડથી સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments