E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : જેતપુરમાં પોલીસ ડોગ ‘કેપ્ટો’ની કમાલ : મહિલાના બેડરૂમમાં છુપાવેલો ગાંજો...

Rajkot : જેતપુરમાં પોલીસ ડોગ ‘કેપ્ટો’ની કમાલ : મહિલાના બેડરૂમમાં છુપાવેલો ગાંજો સુંઘી કાઢ્યો, બેની ધરપકડ

જેતપુર સીટી પોલીસે બાવાવાળાપરા વિસ્તારમાં એક રહેણાંક મકાન પર NDPS દરોડો પાડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનની ખાસિયત એ રહી કે, રાજકોટ ગ્રામ્યના સ્પેશિયલ ટ્રેઈન્ડ લેબ્રોડોર ડોગ ‘કેપ્ટો’ એ ઘરમાં છુપાવેલો નશીલો પદાર્થ સુંઘી કાઢ્યો હતો. પોલીસે ૯૧૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરી છે, જ્યારે આ માલ પૂરો પાડનાર વિરપુરના એક સાધુને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે શહેરના બોખલા દરવાજા ટાકુડીપરા જવાના રસ્તે બાવાવાળાપરા સરકારી મંડળી પાસે રહેતા શરદબેન દિનેશભાઈ લુણાગરીયા, પોતાના ઘરે માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે. રેઇડ દરમિયાન પોલીસની સાથે આવેલ ડોગ હેન્ડલર અને ‘કેપ્ટો’ (લેબ્રોડોર) એ રૂમમાં સર્ચ શરૂ કર્યું હતું. આ દરમિયાન શેટી અને બારી વચ્ચે પડેલી કાળી કોથળી પાસે જઈ ‘કેપ્ટો’ બે પગે ઉભો થઈ ભસવા લાગ્યો હતો. તપાસ કરતા તેમાંથી ₹૪૫,૭૦૦ ની કિંમતનો ૯૧૪ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. FSL ની મોબાઈલ વાન દ્વારા સ્થળ પર જ પરિક્ષણ કરાતા પદાર્થ ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું.

પકડાયેલી મહિલાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ જથ્થો તેના પ્રેમીના સસરા હનીફ રફાઈએ વિરપુરના એક સાધુ પાસેથી લાવી આપ્યો હતો. પોલીસે શરદબેન અને હનીફભાઈની ધરપકડ કરી છે. હવે પોલીસની ટીમ વિરપુરના એ રહસ્યમય સાધુ સુધી પહોંચવા મથી રહી છે જે આ નશાના નેટવર્કનો મુખ્ય સ્ત્રોત હોવાનું મનાય છે.

આ કાર્યવાહીમાં પ્રો.આઈ.પી.એસ પ્રખર કુમાર, પીઆઈ એ.ડી.પરમાર, એએસઆઈ રવજીભાઈ હાલીપરા, જશુબેન સિંધલ, મહેશભાઈ સુવા, હેડ.કોન્સ સાગરભાઈ મકવાણા, રાણાભાઈ વકાતર, અમિતભાઈ સિધ્ધપરા, વિરેન્દ્રસિંહ રાઠોડ, લખુખા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાયજાદા, તથા ડોગ કેપ્ટો જોડાયા હતા.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments