E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : 6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં, નિક જોનસે...

Entertainment : 6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં, નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનસની દીકરી માલતી આજે ભલે સોશિયલ મીડિયા પર પોતાની ક્યૂટ અદાઓથી ફેન્સના દિલ જીતી રહી હોય, પરંતુ તેનો જન્મ ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં થયો હતો. તાજેતરમાં એક પોડકાસ્ટમાં નિક જોનસે પહેલીવાર માલતીના જન્મ સમયના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો છે. નિકે ભાવુક થતા જણાવ્યું કે, માલતીનો જન્મ નિર્ધારિત સમય કરતા વહેલો(પ્રી-મેચ્યોર) થયો હતો અને તે સમયે તેનું વજન માત્ર 765 ગ્રામ હતું. જન્મ સમયે માલતીનું શરીર ‘જાંબલી’ રંગનું થઈ ગયું હતું, જે જોઈને અમે ખૂબ જ ડરી ગયા હતા.

નિકે જણાવ્યું કે, ‘તે સમય દરમિયાન માલતીને બચાવવી મુશ્કેલ હતી, આ માટે માલતીને 6 વખત લોહી ચઢાવવું પડ્યું હતું. તેમજ તેને લગભગ સાડા ત્રણ મહિના સુધી હોસ્પિટલના NICU(નવજાત શિશુ સંભાળ યુનિટ)માં રાખવામાં આવી હતી. કોરોના મહામારીનો સમય હોવાથી હોસ્પિટલના નિયમો કડક હતા, છતાં દીકરીની સંભાળ માટે પ્રિયંકા અને હું હોસ્પિટલમાં 12-12 કલાકની શિફ્ટમાં હાજર રહીને તેની 24 કલાક દેખરેખ રાખતા હતા. આજે પણ મને હોસ્પિટલની એ ગંધ યાદ છે, જે મને એ ડરામણા દિવસોની યાદ અપાવે છે.’

આ અંગે વધુમાં વાત કરતા નિકે કહ્યું કે, ‘લાંબા સંઘર્ષ અને યોગ્ય સારવાર બાદ માલતીનું વજન ધીરે ધીરે વધ્યું અને તેની તબિયતમાં સુધારો થયો, જેના પછી તેને ઘરે લાવવામાં આવી હતી.’ પોતાની દીકરીને ‘તાકતવર’ ગણાવતા નિકે હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. આજે માલતી સંપૂર્ણ સ્વસ્થ છે અને ચોપરા અને જોનસ પરિવારમાં ખુશીઓ બિખેરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2022માં સરોગસી દ્વારા માલતીનું તેમના જીવનમાં આગમન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments