E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeSportsSports : એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી...

Sports : એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પ્રથમ પસંદગીના વિકેટકીપર રહેલા સંજુ સેમસન હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવાના આરે છે. બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલા વૉર્મ-અપ મેચમાં સેમસને બેટિંગ કરી નહોતી, જ્યારે તેની જગ્યાએ ઓપનિંગમાં આવેલા ઈશાન કિશને માત્ર 20 બોલમાં 53 રનની તોફાની ઇનિંગ રમીને પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે.

ઈશાને આ ઇનિંગમાં 7 સિક્સર ફટકારી હતી અને બાદમાં વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે 7 ફેબ્રુઆરીએ અમેરિકા સામેની પ્રથમ મેચમાં ઈશાન કિશનને જ તક મળશે.

સંજુ સેમસન માટે છેલ્લા પાંચ મેચો નિરાશાજનક રહ્યા છે, જેમાં તે માત્ર 10, 6, 0, 24 અને 6 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ, બે વર્ષ બાદ ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે. તેણે છેલ્લી કેટલીક મેચોમાં 76 અને 103 રન જેવી મોટી ઇનિંગ્સ રમી છે. વૉર્મ-અપ મેચમાં પણ તેના 265ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની ક્ષમતાએ સેમસનના નબળા ફોર્મ સામે તેને પ્રબળ દાવેદાર બનાવી દીધો છે. આ સાથે જ સેમસન પાસેથી વિકેટકીપિંગની જવાબદારી પણ છીનવાઈ જતી દેખાઈ રહી છે.

વૉર્મ-અપ મેચ ભારતીય ખેલાડીઓ માટે એક રીતે ‘ઓડિશન’ સમાન હતી, જેમાં કેટલાક ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે. બોલિંગમાં હર્ષિત રાણા અને કુલદીપ યાદવનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું, જેને કારણે અમેરિકા સામેની મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવી મુશ્કેલ જણાય છે. હર્ષિતે એક ઓવરમાં 16 રન અને કુલદીપે બે ઓવરમાં 25 રન લૂંટાવ્યા હતા. આ સંજોગોમાં ભારત વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ જેવા સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

અભિષેક શર્મા, ઈશાન કિશન(વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, શિવમ દુબે, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments