અમદાવાદના ગોમતીપુરમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. છોટાલાલની ચાલી ખાતે અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. અસામાજિક તત્વોએ આખી બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો છે. અન્ય એક બનાવમાં બે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદના ગોમતીપુરમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. છોટાલાલની ચાલી ખાતે અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. અસામાજિક તત્વોએ આખી બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો છે. અન્ય એક બનાવમાં બે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. લુખ્ખા તત્વોએ બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો હતો. આતંક મચાવનારે સિરાજ અંસારીને ધમકી આપી હતી અને ડરાવીને આતંક મચાવ્યો હતો. પોલીસે આરોપી ફૈઝાલ અંસારીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરાયો હતો.નાઝો, અફસર, મિરાજ અને ફૈઝલે ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સદ્દામ અને સુફાઈન નામના યુવકોને માર માર્યો હતો. વીડિયો વાયરલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


