E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGujarat : ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

Gujarat : ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પેટ ડોગ પોલીસી લાગુ કરી દેવામાં આવ્યા બાદ હવે તેના અમલીકરણ માટે મથામણ શરૃ કરવામાં આવી છે અને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મુદ્દે બેઠક કરીને ૧૦૦ ટકા નોંધણી થાય તે માટે પગલા ભરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો એટલું જ નહીં આગામી સમયમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ શરૃ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકાની જેમ ગાંધીનગર દ્વારા પણ પેટ ડોગ પોલીસી લાગુ કરવામાં આવી છે અને પાલતુ શ્વાન રાખનાર માલિકોને રજીસ્ટ્રેશન કરાવી જવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આ પોલીસીના અમલીકરણ માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના સરકારી વેટરનરી ડિસ્પેન્સરી તેમજ ખાનગી પેટ ક્લિનિક્સના તજજ્ઞા ડોક્ટરો અને પ્રેક્ટિશનર્સ ઉપસ્થિત રહ્યા હતા.  શહેરમાં જવાબદાર પેટ ઓનરશિપને પ્રોત્સાહન આપવા અને તમામ પાલતુ શ્વાનની ૧૦૦ ટકા નોંધણી સુનિશ્ચિત કરવાનો છે.બેઠક દરમિયાન કમિશ્નરે સૂચના આપી હતી કે તમામ સરકારી અને ખાનગી પેટ ક્લિનિક્સની બહાર રજીસ્ટ્રેશન અંગેના લોકજાગૃતિના બેનરો સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાવવા. તમામ ડોક્ટરોના સહકારથી શ્વાન માલિકોમાં જાગૃતિ લાવવા અને આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા ઝોન વાઇઝ હડકવા વિરોધી રસીકરણ તેમજ નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દરેક પેટ પ્રેક્ટિશનર્સને તેમના સંપર્કમાં આવતા શ્વાન માલિકોને આ પોલિસીની માર્ગદશકા વિશે વિગતવાર માહિતી આપવા સૂચન કર્યું હતું. ગાંધીનગર શહેરમાં રહેતા તમામ પાલતુ શ્વાન માલિકોએ આગામી ૧૫ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પોતાના શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે. નિયત સમયમર્યાદા બાદ મહાનગરપાલિકા દ્વારા શ્વાન નોંધણી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે માલિકોએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમની સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments