E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : આલિયાએ દ્રશ્યમના ડિરેક્ટરની ફિલ્મ હાઉસવાઈફ સ્વીકારી

Bollywood : આલિયાએ દ્રશ્યમના ડિરેક્ટરની ફિલ્મ હાઉસવાઈફ સ્વીકારી

આલિયા ભટ્ટ ‘લવ એન્ડ વોર’ અને ‘આલ્ફા’ બાદ નવી ફિલ્મ ‘હાઉસવાઈફ’માં દેખાશે. અજય દેવગનની હિન્દી ‘દ્રશ્યમ’ ડિરેકટ કરનારા  અભિષેક પાઠક આ ફિલ્મ બનાવી રહ્યા છે. 

ફિલ્મના ટાઈટલ પરથી સંકેત મળે છે તેમ આલિયા આ ફિલ્મમાં એક ગૃહિણીનું પાત્ર ભજવશે.  ફિલ્મની કથા લગ્નજીવનમાં વિસંવાદ બાબતે હોવાની સંભાવના છે. આલિયા સામે હિરો તરીકે રાજ કુમાર રાવને સાઈન કરાયો હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષમાં જ શરુ થઈ જવાની ધારણા છે. 

આલિયાની ‘આલ્ફા’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.  જ્યારે ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ લંબાયા કરે છે. બીજી તરફ અભિષેક પાઠક હાલ ‘દ્રશ્યમ થ્રી’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments