E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratPatan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની...

Patan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ

પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ઠાકોર સમાજના યુવાને ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાવ્યા છે અને DJના તાલે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી હતી.પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ઠાકોર સમાજના યુવાને ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાવ્યા છે અને DJના તાલે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી હતી.

વાયરલ થયેલી રીલમાં જોવા મળે છે કે આ યુવાને ડીજેના તાલે તિક્ષ્ણ હથિયાર વડે જન્મદિવસની કેક કાપી અને આતશબાજી કરી હતી. તેણે ગાડીના બોનેટ પર કેક કાપી હતીજાહેર માર્ગ પર ગાડીની બોનેટ પર તિક્ષ્ણ હથિયાર વડે કેક કાપવા બાબતે કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે છે .ઉલ્લેખનિય છે કે ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ ડીજે પર પ્રતિબંધ મુકાયો છે અને આ મામલે સિંગર ગબ્બર ઠાકોર સહિત ત્રણને સમાજની બહાર પણ મુકાયા છે. વારંવાર ઠાકોર સમાજના બંધારણનો ભંગ થતાં હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર પાટણમાં આ પ્રકારની રીલ વાયરલ થતાં ચર્ચા શરુ થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments