E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો,...

Ahmedabad : શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવોઓ તો ખૂબ થાય છે પણ કયા વિસ્તારમાં તેનો કડક અમલ થાય છે ન તો સરકારને ખબર ન તો પોલીસ તંત્રને, છડે ચોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે તેવા શહેરમાં નવા વિકસિત થઈ રહેલા શેલામાં એક મકાનમાં પોલીસે દરોડા પાડતા લાખો રૂપિયોનો વિદેશી દારૂ ઝડપી એક ઈસમની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શેલા ગામના નાનો ઠાકોર વાસમાં રહેતો બળવંત વિષ્ણુજી પરમાર ઘરમાંથી વિદેશી દારૂનો વેપલો કરે છે. જે આધારે પોલીસે ટીમ સક્રિય કરી વોચ ગોઠવી હતી. અંતે ઘરે દરોડા પાડવામાં આવતા પેટી પલંગની નીચે દારૂના બોટલોની ખેપ મળી આવી હતી.

પોલીસે કરેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 246 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1,15,830 જેટલી છે. આ ઉપરાંત, પોલીસે 14,960ની કિંમતના 68 નંગ બીયરના ટીન પણ જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુલ 1,30,790નો મુદ્દામાલ કબજે કરીને આરોપી બળવંત વિષ્ણુજી પરમારની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments