E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : હેરા ફેરી 3ના હક્ક ફિરોઝ નડિયાદવાળા પાસે ન હોવાના સાઉથના...

Entertainment : હેરા ફેરી 3ના હક્ક ફિરોઝ નડિયાદવાળા પાસે ન હોવાના સાઉથના નિર્માતાનો દાવો

મુંબઇ : અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવળની હેરાફેરી ૩ પર મુસીબત આવી છે. સાઉથના એક નિર્માતાએ આ ફિલ્મના હક્ક ફિરોજ નડિયાદવાળા પાસે નહીં પરંતુ પોતાની પાસે હોવાનો દાવો કરીને મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરી છે. તેણે પોતાની યાચિકામાં જણાવ્યું છે કે, ફિરોઝ નડિયાદવાળા પાસે મલયાલમ ઓરિજિનલ રામજી રાવ સ્પિકિંગ (૧૯૮૯)ના હિંદી રીમેક બનાવવાના હકક્ હતા. જેના હેઠળ તેણે હેરા ફેરી બનાવી હતી. આ પછી હેરાફેર ીની સીકવલ નડિયાદવાળાએ ૨૦૦૬માં બનાવી હતી. હવે ત્રીજા રાઇટસ નડિયાદવાળાએ અક્ષય કુમારના પ્રોડકશનને વેંચી દીધા છે. નડિયાદવાળા પાસે ફક્ત એક હિંદી વર્ઝન બનાવવાનો ્હક્ક હતો જેના બદલે તેણે ભાગ ટુ કર્યો અને હવે ભાગ ૩ની તૈયારી કરી રહ્યો છે.જેનો તેને કોઇ અધિકાર નથી.

તેણે હેરાફેરીના બીજા ભાગ માટે કોઇ ફરિયાદ ન કર્યાની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેને બીજો ભાગ નીરજ વોરાના ડાયરેકશનમાં બન્યો તેની ખબર બહુ મોડી પડી હતી. પછીથી તેને જાણ થઇ હતી કે ફિરોઝ નડિયાદવાળાએ તેની સાથે દગો કર્યો છે. આ વખતે તેને જાણ થઇ કે, ફિરોજ નડિયાદવાળાએ હેરાફેરી ૩ના રાઇટસ અક્ષય કુમારના પ્રોડકશન હાઉસને વેંચી દીધા હોવાથી તેણે કોર્ટમાં અપીલ કરી છે. સાઉથના નિર્માતાના આ દાવા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, હેરાફેરી ૩ પર વિવાદ ઊભો થયો છે અને તે પાર પડે છ ેકે નહીં તે સમય જ દાખવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments