E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદના બોપલમાં કારનો કાચ તોડી 2 શખ્સ રોકડ લઈ...

Ahmedabad : અમદાવાદના બોપલમાં કારનો કાચ તોડી 2 શખ્સ રોકડ લઈ ફરાર, સમગ્ર ઘટનામાં સીસીટીવી આવ્યા સામે

અમદાવાદના બોપલમાં ગાડીનો કાચ તોડી રુ. 2 લાખની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, સાઉથ બોપલમાં સાન્વી ટેરા ફ્લોર બિલ્ડિંગ પાસે ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.બે ગઠિયા કારનો કાચ તોડી 2 લાખની ચોરી કરી ફરાર થયા છે, માત્ર થોડીક જ સેકન્ડમાં આ ચોરી થઈ હોવાની વાત છે અને સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકોની અવરજવર વચ્ચે કાચ તોડી પૈસા લઈને ચોર થયા ફરાર અને બંને ચોર હેલ્મેટ પહેરીને આવ્યા હતા.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગમાં પડેલી કારનો કાચ તોડીને ચોરી થવાની ઘટના બની છે અને બે શખ્સો ચોરી કરીને ફરાર થાય છે, લોકોની અવર-જવર અને જાહેર રોડ પર ચોરી થતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને ફરિયાદીએ પણ રૂપિયા ગયા છે જેને લઈ ફરિયાદ નોંધાવી છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધ્યું છે.ફરિયાદીના અનુસાર વાત કરીએ તો ફરિયાદી કાર પાર્ક કરીને ઉપર જાય છે અને થોડી વારમાં તે કાર લેવા આવે છે તો નજર પડે છે કે, કારનો કાચ તૂટેલો હતો અને તેમાં રહેલી બેગની પણ હતી નહી, ચોરી થયાની જાણ થતા તેમને તાત્કાલિક 112 નંબર ઉપર જાણ કરીને પોલીસને બોલાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments