E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAravalli : U19 વર્લ્ડકપ વિજેતા ખિલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત, 3 કિમી...

Aravalli : U19 વર્લ્ડકપ વિજેતા ખિલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત, 3 કિમી લાંબા રોડ શોમાં ઉમટી મેદની

મોડાસામાં ક્રિકેટર ખિલન પટેલનો ૩ કિમી લાંબો રોડ શો યોજાયો હતો. U19 વર્લ્ડકપ જીતીને પરત ફરેલા ખેલાડીનું દેશભક્તિના ગીતો સાથે જશ્ન મનાવી સ્વાગત કરાયું હતું.

ભારતની U19 ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીતીને સમગ્ર વિશ્વમાં દેશનો ડંકો વગાડ્યો છે, ત્યારે આ વિજેતા ટીમના સભ્ય અને અરવલ્લીના મોડાસાના વતની એવા ખિલન પટેલનું આજે વતનમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના લાડલા ક્રિકેટરને આવકારવા માટે મોડાસાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર શહેર ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ખિલન પટેલ મોડાસા પહોંચતા જ કિસાન સર્કલથી લઈને ઉમિયા મંદિર સુધી 3 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા. ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને આતશબાજી વચ્ચે ખિલનનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વિજેતા ખેલાડીને વધાવી લીધો હતો.

આ તકે ભાવુક થયેલા ખિલન પટેલે જણાવ્યું હતું કે, આજે વતનમાં જે રીતે મારું સ્વાગત થયું છે તે જોઈને મારી વર્ષોની મહેનત અને સ્ટ્રગલ (સંઘર્ષ) સફળ રહ્યું હોય તેમ લાગે છે. ખિલનની આ સિદ્ધિથી માત્ર મોડાસા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન થયું છે. મોડાસાના ચોકે-ચોકે આજે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો અને યુવા ખેલાડીઓ માટે ખિલન પટેલ એક પ્રેરણારૂપ બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments