E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratkutch : મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક...

kutch : મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જોખમે પકડ્યો

કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. મુન્દ્રા શહેરમાં આજે(9 ફેબ્રુઆરી, 2026) બારોઇ રોડ પર આવેલા ‘રૂદ્રાક્ષ જ્વેલર્સ’માં બંદૂકધારી લૂંટારુઓ ઘૂસ્યા હતા. બાઈકમાં આવેલા ત્રણ વ્યક્તિ લૂંટ કરવા જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન દુકાનમાં સોની વેપારી પણ હાજર હતા. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો. તેવામાં અન્ય લૂંટારુ ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. આ ઘટનામાં એક શખસને ઈજા પહોંચે છે, જ્યારે અન્ય બે આરોપી ભાગવામાં સફળ રહે છે. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને એક આરોપીને ઝડપી પાડે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલા ‘રૂદ્રાક્ષ જ્વેલર્સ’માં લૂંટના બનાવ વખતે આરોપીએ ફાયરિંગ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દુકાનમાં પ્રવેશ કર્યા બાદ લૂંટારુઓએ વેપારીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરીને સોના-ચાંદીના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વેપારીએ પ્રતિકાર કરીને એક શખસને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે લૂંટારુ ગભરાઈને નાશી છૂટ્યા હતા.

લૂંટ અને ફાયરિંગના બનાવને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘટનાસ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. વેપારીએ ઝડપી પાડેલા એક શખસની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ફરાર આરોપીને પકડવા માટે પોલીસે મુન્દ્ર સહિતના આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments