E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : સવારે ઠંડી અને બપોરે ગરમી...રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન...

Gujarat : સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલ શિયાળો વિદાય લેવાની તૈયારીમાં હોય તેમ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અત્યારે ‘ડબલ સીઝન’ એટલે કે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે બપોરે આકરો તડકો ઉનાળાની શરૂઆતનો અહેસાસ કરાવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં આવું જ મિશ્ર વાતાવરણ યથાવત્ રહેશે.

તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત્

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થવાની સંભાવના નથી. હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે ઉત્તર દિશાના ઠંડા પવનો લાંબો સમય ટકી શક્યા નથી. ઠંડા પવનો માત્ર એકાદ દિવસ પૂરતા જ રહેતા હોવાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.

અરબી સમુદ્રની સ્થિતિ અને વાદળછાયું વાતાવરણ

હવામાનની સિસ્ટમ અંગે વિગતો આપતા હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મન્નારના અખાત પર સક્રિય થયેલું ‘અપર લેવલ સાયક્લોનિક સર્ક્યુલેશન’ હવે નબળું પડી ગયું છે. દક્ષિણ અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં છૂટાછવાયા નીચાથી મધ્યમ વાદળો છવાયેલા છે. જોકે, તેની કોઈ મોટી અસર ગુજરાતના તાપમાન પર જોવા મળે તેવી શક્યતા ઓછી છે.

આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાશે, જે ઉનાળાના વહેલા આગમનનો સંકેત આપી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments