E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા...

National : AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ અને સદઉપયોગ ખૂબ વધી રહ્યો છે. ઘણીવાર AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે, ત્યારે સરકારે AIથી બનેલા કન્ટેન્ટને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેની સીધી અસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ કંપનીઓ પર પડશે. નવા નિયમ મુજબ હવે ઈન્ટરનેટ પરનું કોઈપણ કન્ટેન્ટ AI ટુલ્સથી બનેલું હશે તો તેના પર સ્પષ્ટ લેબલ લખવું ફરજીયાત કરાયું છે. નવા નિયમો 20 ફેબ્રુઆરી-2026થી લાગુ થશે.

જ્યારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત થઈ છે, ત્યારથી AI ટુલ્સથી ડીપફેક વીડિયો, નકલી ફોટાઓ અને નકલી ઓડિયો બનાવવાની સામગ્રીમાં વધારો થયો છે અને આવા કન્ટેન્ડ ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. આવા કન્ટેન્ટ અસલી છે કે નકલી, તે યુઝર્સ માટે જાણવા મુશ્કેલ હોય છે. ત્યારે આજ કારણે સરકારનું માનવું છે કે, તેનાથી ખોટી માહિતી ફેલાઈ રહી છે, કેટલાકની બદનામી થઈ રહી છે, છેતરપિંડીની ઘટનાઓ પણ વધી છે. આ સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસો હેઠળ નવા નિયમો લાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments