E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : પ્રાંતિજ નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Gujarat : પ્રાંતિજ નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ


સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે થોડાક દિવસો પહેલા નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા અને હિંમતનગર એલ.સી.બી એકમ દ્વારા સંયુક્ત રીતે ‘શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ્સ‘ નામની પેઢી પર આ કાર્યવાહી હાથ ધરાઈ હતી આ કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાંડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા જે બાદ કોર્ટે આરોપીને સબજેલ ખાતે મોકલવાનો આદેશ કર્યો હતો


તપાસ દરમિયાન સ્થળ પરથી મિશ્ર દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ તેલ,પાવડર અને યુરિયા જેવા જોખમી પદાર્થો મળી આવ્યા હતા ફૂડ સેફટી ઓફિસર જે.ડી.ઠાકોર અને એલ.સી.બી. પી.આઈ. ડી.સી.સાકરીયાની ટીમે સ્થળ પર જ અંદાજે ૧૩૭૦ લિટર નકલી દૂધનો જથ્થો નાશ કર્યો હતો. કાર્યવાહીમાં એક બાળ કિશોર સહિત કુલ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જોકે ફેક્ટરીનો મુખ્ય માલિક ધમો ઉર્ફે રાકેશ નારાયણભાઈ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે
પકડાયેલા આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને જેલ હવાલે કરાયા હોવાનું જાણવા મળે છે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments