E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSomnath : મહાશિવરાત્રીએ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સતત 42 કલાક ભક્તો માટે...

Somnath : મહાશિવરાત્રીએ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે, યાત્રિકો માટે વિશેષ આયોજન

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવભક્તો માટે ખુશખબર છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર 15 ફેબ્રુઆરીએ સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે. ભક્તિ, પૂજા અને ઉત્સવનો ત્રિવેણી સંગમ સોમનાથ ધામમાં સર્જાશે.મહાશિવરાત્રી 2026ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો મહાપર્વ ઉજવાવા જઈ રહ્યો છે. 15 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિર સતત 42 કલાક અવિરત ભક્તો માટે ખુલ્લું રહેશે. લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન, પૂજન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેશે.

મહાશિવરાત્રીના દિવસે સવારે 8 વાગ્યે પવિત્ર સમુદ્ર કિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું છે. ભક્તોની ભારે સંખ્યાને ધ્યાને લઈ ચાર અલગ-અલગ સ્લોટમાં મહાપૂજા યોજાશે. ગંગાજળથી અભિષેક માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોને સુગમ દર્શન મળી રહે તે માટે મંદિર 42 કલાક ખુલ્લું રહેશે. પાર્થિવ શિવલિંગ પૂજા, બિલ્વ પૂજા અને યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments