E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratRajpipla : માછી યુવક મંડળ રાજપીપલા દ્વારા માછી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

Rajpipla : માછી યુવક મંડળ રાજપીપલા દ્વારા માછી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

માછી યુવક મંડળ રાજપીપલા દ્વારા માછી સમાજનો સમૂહ લગ્નોત્સવ રાજપીપલા ખાતે યોજાયો હતો જેમાં ૧૪ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતાં.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂ. શિવરામદાસજી મહારાજ પૂ. રજનીકાંત પંડ્યા પૂ.સ્વામી સિદ્ધેશ્વરદાસજી ધારાસભ્ય ડૉ.શ્રીમતી દશૅનાબેન દેશમુખ ધારી સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ માજી ધારાસભ્ય પી.ડી. વસાવા અર્જુનભાઈ માછી વગેરે એ સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ પાઠવ્યા હતાં. અનેઅનુરૂપ પોતાના વક્તવ્યોમા માછી યુવક મંડળ રાજપીપલા દ્વારા વર્ષો વર્ષથી થતી સમૂહ લગ્નની આ નિ :સ્વાર્થ પ્રવૃત્તિને પ્રવર્તમાન સમયની સરાહનીય સમાજ ઉપયોગી કામગીરી જણાવીને તેને બિરદાવીહતી.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કુલદિપસિંહ ગોહિલ આશિષ પટેલ પૂર્વ સચિવ હર્ષદભાઈ વસાવા સુનિલભાઈ પટેલ ડો.રવિ દેશમુખ કમલેશભાઈ પટેલ વગેરે શુભેચ્છા મુલાકાત લઈ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.

સદર સમૂહ લગ્નોત્સવમાં 85 જેટલી અનેકવિધ વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાઓને કન્યાદાનમાં આપવામાં આવી હતી. ૧૪ વરરાજાઓનો વરઘોડો મોટા માછીવાડથી શરૂ કરી સમૂહ લગ્નોત્સવ સ્થળ જીન કંપાઉન્ડ સુધી કાઢવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશકુમાર બી. માછીએ કર્યું હતું.

Reporter :દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments