રાજકોટમાં થયેલ 140 કિલો ચાંદીની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં થયો મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદના વકીલ વિક્રમ રાજપૂતની સંડોવણી સામે આવી છે.
વકિલે ચોરીનું ચાંદી ગાળવા માંગુસિંહને આપ્યું હતું અને મુકેશ પ્રજાપતિ પાસેથી ચાંદી મેળવી માંગુસિંહને આપ્યું હતુ, માંગુસિંહ, પ્રદિપ પ્રજાપતિ પાસેથી 80 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે, અને મુખ્ય સૂત્રધારની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે કુલ 4 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે.
જેની પુછતાછ કરી ચોરીમાં વધુ ટીપ આપનાર સહીતના આરોપીઓને પકડી લેવા તેમજ ચોરાઉ ચાંદી કબજે કરવાની કાર્યવાહી કરી છે.તેમજ અમદાવાદ પોલીસે મહેસાણા પાસેથી ૪૦ કિલો ચાંદી સાથે એક શખસને પક્ડયા બાદ વધુ એક નોરડામાંથી ૪૦ કિલો ચાંદી સાથે પકડી લીધો હતો જેમા તેને ચાંદીના વેચાણમાં ૧૦ ટકા કમીશન આપવાનુ નકકી થયુ હતુ. પોલીસે હાલમાં કુલ ચાર આરોપીઓને પકડી લઈ ૭૧ કિલો ચાંદી કબજે કરી વધુ એક ટીપ આપનાર શખસને પકડી લેવા દોડધામ કરી છે. રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૦૧ શેરી નં.૧ માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ. વ.૩૯) એ નોંધાવેલ જેમા તેને જણાવ્યુ હતુ કે તેઓને પેડક રોડ ચંપકનગર-૦૧ ખત્રીની વાડીની પાસે બીપીનભાઈના મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢી આવેલ છે.

ગઈ તા. ૦૩ ફેબ્રુઆરીના સાંજે ચારેક વાગ્યે પેઢીને તાળુ મારી ચાવી સાથે લઈ લગ્ન પ્રસંગમાં જતો રહેલ હતો. બાદ તેઓ ઘરે આવતા ચોરી થયાની જાણ થઈ હતી જેથી તે તુરંત પેઢીએ ગયા હતા અને તપાસ કરતા ચાંદીના વિંછીયા તેમજ સાંકળા સહીત આશરે ૫૦ ટચના તૈયાર કરેલ દાગીના પ્લાસ્ટીકના બોક્ષમાં ભરેલ હતા, તે બોક્ષની ૧૧ બોરીમાં રાખવામાં આવ્યા હોય જે જોવામાં આવેલ નહી જેની કિંમત આશરે રૂ. ૧,૬૨,૫૦,૦૦૦ ગણાય. જેની ચોરી થયાની ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી હતી.
દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણા માંથી ૪૦ કિલો ચાંદી સાથે મુકેશ પ્રજાપતિને ઝડપી લઈ તેની પુછતાછ કરતા તે મોબાઈલનો ધંધાર્થી હોય અને તેને પીતરાઈ ભાઈ રાજસ્થાની પ્રદીપ પ્રજાપતિ આપી ગયાનુ રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કેટલાક શંકાસ્પદોના નામ પણ મળી આવ્યા હોય પોલીસે બોટાદમાંથી નામચીન રાજુ ભોજકને ઉઠાવી લીધો હતો તેની પુછતાછ કરતા તેને રાજસ્થાનના બુટલેગર રતનસિંગ રાઠોડ સહીતના સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો બાદમાં રેકી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.


