મુંબઇમાં બોલીવુડ કલાકારને ધમકી તેમના નિવાસસ્થાન પર હુમલો વગેરે જેવી ઘટનાએ જોર પકડ્યો છે. લોરેન્સ ગેંગે રણવીર સિંહને ધમકીભર્યો વોઇસ નોટ મોકલ્યો છે. જેમાં તેમની પાસેથી કરોડોની ખંડણી માંગવામાં આવી છે. પોલીસને આ બાબતે માહિતી મળતા તેઓએ અભિનેતાના ઘરની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આ દરમિયાન પોલીસે પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અને ધમકીભર્યો વોઇસનોટ મોકલનારને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
બોલીવુડ કલાકાર અને ફિલ્મ નિર્દેશક હાલ ગેંગસ્ટરના નિશાના પર છે. ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પર પણ ફાયરિંગ કરાઇ હતી. આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. તેવામાં બીજી ઘટના રણવીર સિંહની સામે આવી છે. સૌ પ્રથમ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાયુ હતુ. અને ખૌફનો માહોલ ઉભો કરાયો હતો. સલમાન ખાન અને રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગ કરનાર શખ્સ એક જ હોવાનું પોલીસે જણાવ્યુ છે.

રોહિત શેટ્ટીના કેસમાં 5 લોકોની ધરપકડ કરાઇ છે. આ ફાયરિંગમાં કોઇ ઘાયલ થયુ ન હતુ. પોલીસે તેની તપાસ સઘન કરી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યુ છે કે, હથિયાર સપ્લાઇ કરનાર આરોપી આસારામ ફાસલે 4 વર્ષથી ગેરેજમાં કામ કરીને બિશ્નોઇ ગેંગ માટે કામ કરી રહ્યો હતો.


