E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratPorbandar : નેટફિશ એમપેડા દ્વારા માછીમારો માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ

Porbandar : નેટફિશ એમપેડા દ્વારા માછીમારો માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ

પોરબંદરમાં નેટફિશ એમપેડા દ્વારા તાજેતરમાં માછીમારોને માછલીની ગુણવત્તા જાળવવા તથા લાંબા ગાળાની ટકાઉ માછીમારી માટે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.


નેટફિશ એમપેડાના સક્રિય સ્ટેટ કોઓર્ડિનેટર જીગ્નેશભાઈ વિસાવડિયાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે દરિયાઈ કાચબા, વ્હેલ અને ડોલ્ફિન જેવા જલચર પ્રાણીઓને સુરક્ષિત રીતે ફરી દરિયામાં પરત છોડવા જોઈએ અને કાચબા છટક બારી (ટેડ) નો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે માછલીની લાંબા સમય સુધી જાણવણી માટે બોટમાં જ ચિલિંગ પદ્ધતિ અપનાવવી, માછલીને જમીન પર નહીં પરંતુ સ્વચ્છ જાળી કે બેસનમાં બરફ સાથે રાખવી જોઈએ.
તેમજ માછીમારી દરમિયાન મળતા પ્લાસ્ટિક કચરાને દરિયામાં ન ફેંકી કિનારે પરત લાવવો, દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન કરવું, ચોરસ કણની કોડન વાપરવી અને દરિયાના સ્વચ્છ પાણીથી બ્રશ તથા પાઉડર વડે બોટની સફાઈ કરવી જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઉત્તમ લોઢારી અને કેતન ખુદાઈ દ્વારા પણ માછીમારોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
માછીમારોને પ્રોત્સાહનરૂપે નેટફિશ એમપેડા દ્વારા ગમ બૂટ, હાથમોજાં, ડિટર્જન્ટ પાવડર અને બોટ સફાઈ માટે બ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર બોટ એસોસિયેશન અને ફિશરીઝ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તાલીમમાં કુલ ૭૫ ખલાસી અને ટંડેલોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments