E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratPorbandar : લોહાણા જ્ઞાતિની બહેનો- બાળકો માટે રઘુવીર સેના લેડીઝ વિંગ દ્વારા...

Porbandar : લોહાણા જ્ઞાતિની બહેનો- બાળકો માટે રઘુવીર સેના લેડીઝ વિંગ દ્વારા લોજીકલ ગેમ્સ પ્રોજેક્ટ યોજાયો

પોરબંદર ખાતે ગત તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, પોરબંદર ઝોન – લેડીઝ વીંગ દ્વારા લોહાણા જ્ઞાતિની બહેનો તથા બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી ઉપયોગી અને રસપ્રદ લોજીકલ ગેમ્સ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકો અને બહેનોમાં શારીરિક-માનસિક તંદુરસ્તી, ત્વરિત નિર્ણય શક્તિ, ટીમ વર્ક, કોમ્યુનિકેશન સ્કીલ, વિચારવિમર્શ કૌશલ્ય, પ્રોબ્લેમ સોલ્વિંગ, શિસ્ત, નેતૃત્વ, આત્મવિશ્વાસ, ખેલદિલી, એકાગ્રતા અને સ્ફૂર્તિ જેવા ગુણો વિકસે તે રહ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત ૩ થી ૧૫ વર્ષના બાળકો તથા ૧૬ વર્ષથી ઉપરની બહેનો માટે અલગ અલગ પાંચ લોજીકલ ગેમ્સ અને એક ફાઈનલ ગેમ મળી કુલ છ ગેમ્સ રમાડવામાં આવી હતી. કુલ ૬૭ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.
ગેમ્સના વિજેતાઓ બાળકોમાં મિતાંશુ મોનાણી, ખુશ વિરેનભાઈ સૂચક અને જેનીલ ચિંતનભાઈ તન્ના બબ્બે ગેમમાં વિજેતા બનતા તેમને બે અલગ અલગ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
બહેનોમાં ડો. નિશાબેન કમલભાઈ માખેચા, હીનાબેન મનીષભાઈ મશરૂ, તરુબેન હરિશભાઈ મદલાણી, તૃપ્તિબેન વિરેનભાઈ સૂચક, ઉષાબેન લાખાણી, નેહલબેન રૂપારેલ, મિશાલબેન હેમલભાઈ દત્તા, રીનાબેન બુદ્ધદેવ, મહેકબેન સિદ્ધાર્થભાઈ પત્તાણી, શિલ્પાબેન પોપટ અને પીનલબેન રાયચુરાને સંસ્થા દ્વારા અલગ અલગ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ ઉપરાંત અગાઉ યોજાયેલ નિબંધ સ્પર્ધાના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વંદનાબેન વિમલભાઈ પાઉં અને સોનલબેન ગિરીશભાઈ રતનધારા વિજેતા જાહેર થયા હતા. બન્નેને ઇનામો આપી અભિનંદન પાઠવવામાં આવ્યા.
આ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા દર્શનાબેન ડી. મોનાણી, જીજ્ઞાબેન બી. તન્ના, ભાવિકાબેન જી. રાડીયા, ચાંદનીબેન જે. રાયઠ્ઠઠા, ભાવનાબેન એમ. પલાણ, શીતલબેન કે. ચોટાઈ, ક્રિષ્નાબેન એમ. રૈયારેલા, વૈશાલીબેન એન. મોનાણી, દક્ષાબેન જે. પત્તાણી, જીજ્ઞાસાબેન એ. સામાણી, વંદનાબેન ડી. રૂપારેલ, દુર્ગાબેન આર. લાદીવાલા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
અંતમાં સંસ્થાએ તમામ બહેનો અને બાળકોનો ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક અને વિકાસલક્ષી પ્રોજેક્ટો સતત યોજાતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments