E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : હવે ગોવિંદાનો નવો વીડિયો વાઇરલ, લગ્નમાં ડાન્સ કરતા નજરે પડ્યા,...

Entertainment : હવે ગોવિંદાનો નવો વીડિયો વાઇરલ, લગ્નમાં ડાન્સ કરતા નજરે પડ્યા, ફેન્સ ચોંક્યા

ગોવિંદા એક સમયે બોલિવૂડના ‘હીરો નંબર 1’ ગણાતા હતા અને તેની પાસે ફિલ્મોની લાઈન લાગેલી રહેતી હતી, પરંતુ આજે તેઓ કરિયરના એવા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં એક મોટી ફિલ્મ માટે તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ રહેલા ગોવિંદા હવે ફિલ્મોને બદલે લગ્ન સમારોહ કે ખાનગી ઇવેન્ટ્સમાં ડાન્સ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ તેમનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેને જોઈને ફેન્સ પણ હેરાન છે અને પૂછી રહ્યા છે કે, ‘ચીચી, તમારી આવી તે કેવી મજબૂરી છે?’

વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ગોવિંદા કોઈ જાણીતી હિરોઈન સાથે નહીં, પરંતુ એક સામાન્ય ઓર્કેસ્ટ્રા ડાન્સર સાથે સ્ટેજ પર ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે. પોતાના જ હિટ ગીતો પર તેમને ડાન્સ કરતા જોઈને ભલે ત્યાં હાજર લોકોએ તાળીઓ વગાડી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ તૂટી ગયું છે. લોકોનું કહેવું છે કે પહેલા ગોવિંદા ફિલ્મોમાં નહોતા દેખાતા તો રિયાલિટી શૉમાં જઈને ડાન્સ કરતા હતા, પરંતુ હવે તેઓ ટીવી છોડીને લગ્ન પ્રસંગોમાં સામાન્ય ડાન્સર સાથે નાચી રહ્યા છે, જે તેમના સ્ટાર સ્ટેટસને શોભતું નથી.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે અફસોસ વ્યક્ત કરતા લખ્યું કે, ‘ગોવિંદાની આવી હાલત થઈ ગઈ છે? નહીંતર આટલો મોટો સુપરસ્ટાર 5-6 હજાર કમાનારી સામાન્ય ડાન્સર સાથે ન નાચતો હોત.’ જ્યારે અન્ય એક વ્યક્તિએ કટાક્ષ કરતા લખ્યું કે, ‘ગોવિંદાએ સમયની કદર ન કરી, એટલે હવે સમય તેમને જાહેરમાં નચાવી રહ્યો છે.’ કેટલાક લોકો તો મજાક ઉડાવતા એમ પણ કહી રહ્યા છે કે કદાચ ગોવિંદા હવે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે આ બધું કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments