E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને...

Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

નડિયાદ શહેરની શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાને અમદાવાદની હોટલમાંથી પકડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ બજરંગ દળના કાર્યકરોએ કરી હતી.માહિતી મુજબ આચાર્યે શાળાના એક બાળકની માતાને બાળકની એલસી લેવા માટે હોટલમાં બોલાવી હતી. મહિલાએ પહેલાં એલસી માટે અરજી આપી હતી, ત્યારબાદ આચાર્યએ તેને હોટલમાં મળવા માટે બોલાવી હતી.

બજરંગ દળના કાર્યકરોને મામલાની જાણ થતાં કાર્યકરો હોટલ પર પહોંચ્યા હતા અને આચાર્યને હોટલની રુમમાંથી ઝડપી લીધો હતો.તેની પાસેથી સ્કૂલની એલસી બુક પણ મળી આવી હતી. હોટલ રૂમમાંથી શાળાની એલસી બુક પણ મળી આવી છે, જે મામલાને વધુ ગંભીર બનાવે છે.વટવા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઘટનાની તપાસ આગળ વધારી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments