E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા...

National : અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખાસ પેકેજ

ભારતની અગ્રણી ટ્રાવેલ કંપની થોમસ કૂક(ઇન્ડિયા) લિમિટેડ અને તેની ગ્રુપ કંપની SOTC ટ્રાવેલ દ્વારા ઉનાળાની રજાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ વર્ષ 2026ના સમર સીઝન માટે અમદાવાદ અને બેંગલુરુથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી 3, 10 અને 17 મે, 2026ના રોજ ભૂતાન માટે સીધી ફ્લાઈટ્સ રવાના થશે.


આ સ્પેશિયલ ટૂર પેકેજમાં ગુજરાતી પ્રવાસીઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદથી ઉપડતી ટૂર માટે ખાસ ગુજરાતી બોલતા ગાઈડ અને શુદ્ધ ગુજરાતી તેમજ જૈન ભોજનની સુવિધા મળશે. પ્રવાસીઓ પોતાની પસંદગી અને બજેટ મુજબ બજેટ, સ્ટાન્ડર્ડ, વેલ્યુ, એક્સ્ટ્રાવેગેન્ઝા અથવા પ્રીમિયમ એમ પાંચ કેટેગરીમાંથી પેકેજ પસંદ કરી શકે છે. અમદાવાદથી 7 દિવસ અને 6 રાતની આ ટૂરની શરૂઆતની કિંમત પ્રતિ વ્યક્તિ ₹79,000 રાખવામાં આવી છે.

પ્રવાસીઓને ભૂતાનના પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરાવવા માટે આ વખતે પેકેજમાં ‘ગાંગટે'(Gangtey) વેલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂરના મુખ્ય આકર્ષણોમાં લોકલ ફાર્મહાઉસ પર લંચ, પરંપરાગત આર્ચરી(તીરંદાજી), ભૂતાની પહેરવેશ ‘કીરા’ પહેરવાનો અનુભવ, પુનાખામાં નદી કિનારે પિકનિક લંચ અને પારામાં લોકલ ડ્રિંક ટેસ્ટિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે લોકો ઉનાળાના વેકેશનમાં ફેમિલી સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે આ એક ઉત્તમ અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ સાબિત થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments