E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં...

Vadodara : વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો

વડોદરા શહેરમાં શાહુડી રહેણાંક વિસ્તારમાં આવી જતી હોવાના સતત બનાવો બની રહ્યા હોવાથી શાહુડી માટે ફોરેસ્ટનો વિસ્તાર ટૂંકો પડી ગયો હોય તેમ લાગે છે.

ફતેગંજ, કમાટીબાગ, કારેલીબાગ જેવા વિસ્તારોમાંથી શાહુડીનું રેસ્ક્યુ કરવાના અગાઉ બનાવો બન્યા હતા. શાહુડી રહેણાંક વિસ્તારમાં આવી જતી હોવાથી અને તેના કાંટાળા પીંછા છોડતી હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાતો હોય છે. નોંધનીય છે કે, થોડો સમય પહેલા વડોદરા નજીક પોર ખાતે શાહુડીનો શિકાર કરવા જતા એક દીપડાના ગળામાં કાંટા ભરાઈ ગયા હતા અને તેનું મોત નિપજ્યાં હોવાનું બનાવ પણ બન્યો હતો.

વડોદરાના મુજમહુડા વિસ્તારમાં પસાભાઈ ટ્રેક્ટર પાસે આવેલી વ્રજવિહાર સોસાયટીમાં આજે એક શાહુડી આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને જાણ કરાતા તેના કાર્યકરો સાધનો સાથે આવ્યા હતા અને નાશ ભાગના અંતે શાહુડીનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેથી હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા શાહુડીને સુરક્ષિત સ્થાને શોર્ટ છોડવા માટે કાર્યવાહી કરવામાં આવનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments