E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratPorbandar : કલેક્ટર કચેરી ખાતે એસ.ડી. ધાનાણીના અધ્યક્ષતામાં જિલ્લાની બેંકિંગ કામગીરીની સમીક્ષા...

Porbandar : કલેક્ટર કચેરી ખાતે એસ.ડી. ધાનાણીના અધ્યક્ષતામાં જિલ્લાની બેંકિંગ કામગીરીની સમીક્ષા બેઠક


પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫એ પૂર્ણ થતા ક્વાર્ટર માટે જિલ્લાની બેંકિંગ કામગીરીની સમીક્ષા કરવા ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટેટિવ કમિટી (DCC), ક્રેડિટ ડિપોઝિટ રેશિયો અને ડિસ્ટ્રિક્ટ લેવલ રિવ્યૂ કમિટીની સંયુક્ત બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન બેંકિંગ માપદંડો, વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૫-૨૬ હેઠળની સિદ્ધિઓ, મુદ્રા અને પીએમ સ્વનિધિ જેવી યોજનાઓની પ્રગતિ, નવી બેંકો અને એટીએમ, એમએસએમઈ યોજનાઓ, સીડી રેશિયો, પાક ધિરાણ, શિક્ષણ તથા હાઉસિંગ ક્ષેત્રની કામગીરી સહિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.


તદુપરાંત પીએમએમવાય, પીએમઇજીપી, શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના, જ્યોતિ ગ્રામોધોગ વિકાસ યોજના, વ્યાજ સહાય યોજના, પીએમ સ્વાનિધી, એનયુએલએમ, એનિમલ હસબન્ડરી, ફિશરીઝ તથા પીએમ વિશ્વકર્મા સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ સંલગ્ન બેંક પ્રતિનિધિઓને જિલ્લાનો સીડી રેશિયો ૪૦ ટકા સુધી પહોંચાડવા જરૂરી પ્રયાસો કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી, સંયુક્ત ઉદ્યોગ કમિશનર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી. આર. પરમાર, નાબાર્ડના ડીડીએમ શ્રીમતી શીતલ શ્રીવાસ્તવ, એલડીએમ કિરણકુમાર બારોટ, પોરબંદર આરસેટી ડાયરેક્ટર રમેશચંદ્ર મીના સહિત વિવિધ બેંકિંગ સંસ્થાઓ અને સહકારી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter : વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments