E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeLIFE STYLELifestyle : 14th Februaryને કાળો દિવસ કેમ કહેવામાં આવે છે? જાણો કારણ

Lifestyle : 14th Februaryને કાળો દિવસ કેમ કહેવામાં આવે છે? જાણો કારણ

દુનિયાભરમાં ૧૪ ફેબ્રુઆરીનો દિવસ ‘વેલેન્ટાઇન ડે’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલ અને કયુટ કપલ ખાસ અંદાજમાં સેલિબ્રેશન કરતા હોય છે. જો કે ભારતમાં કેટલાક સંગઠનો દ્વારા વેલેન્ટાઈન ડેની ઉજવણીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. તેમનું માનવું છે કે આ દિવસ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે, કેટલાક લોકો આ દિવસની અભદ્ર રીતે જાહેરમાં ઉજવણી કરે છે. વેલેન્ટાઈનનો વિરોધ કરનારા સંગઠનનું કહેવું છે કે 14 ફેબ્રુઆરીનો દિવસ ‘વેલેન્ટાઇન ડે’નથી પરંતુ ભારત માટે આ કાળો દિવસ છે.

કેમ ભારતમાં 14 ફેબ્રુઆરીનો દિવસ કાળો દિવસ કહેવાય છે. વાસ્તવમાં 2019 પછી લાલ રંગના પ્રેમનું પ્રતીક એવા આ દિવસ ભારત માટે બ્લેક ડે બન્યો. 2019માં આ જ દિવસે ભારતમાં આ દિવસ અંધકારમાં છવાઈ ગયો હતો. એક ભયંકર હુમલો અને 40 થી વધુ પરિવારો તબાહ થયા. પરિણીત મહિલાઓએ જીવનસાથી ગુમાવ્યા, તો માતાપિતાએ પુત્ર, ભાઈએ બહેન તો કોઈએ પિતા ગુમાવ્યા. 2019માં પુલવામાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત માટે 14 ફેબ્રુઆરી કાળો દિવસ બન્યો.

ભારતમાં ‘કાળો દિવસ’ બનવાનો ઇતિહાસ જાણીએ. 2019માં 14 ફેબ્રુઆરીના દિવસે જ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ (CRPF) ના જવાનોના કાફલા પર એક આતંકી હુમલો થયો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં ભારતના ૪૦ વીર જવાનો શહીદ થયા હતા. આ જવાનો રજા માણીને ફરજ પર પરત ફરી રહ્યા હતા. આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી કાર જવાનોની બસ સાથે અથડાવી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જોરદાર વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર સુધી ગુંજી ઉઠ્યો. જ્યારે કાર બસ સાથે અથડાય છે, ત્યારે તે ટુકડા થઈ જાય છે અને આખો વિસ્તાર ધુમાડામાં ફેરવાઈ જાય છે.

2019 બાદથી સમગ્ર દેશ 14 ફેબ્રુઆરીએ શહીદ થયેલા જવાનોની બહાદુરીને યાદ કરે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. સૈનિકોના પર હુમલાને આખા દેશને હચમચાવી દીધો હતો. તેથી 2019 પછીથી ભારતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી પર સંગઠનો દ્વારા રોક લગાવવાના પ્રયાસ શરૂ થયા. સોશિયલ મીડિયા અને સાર્વજનિક કાર્યક્રમો દ્વારા ભારતીય નાગરિકો આ દિવસને શોકના પ્રતીક રૂપે ‘બ્લેક ડે’ તરીકે ઉજવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments