E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ધોળકામાં તસ્કરોનો આતંક, કેલીયા વાસણા, પીસાવાડા અને મધીયામાં લાખોની ચોરી

Ahmedabad : ધોળકામાં તસ્કરોનો આતંક, કેલીયા વાસણા, પીસાવાડા અને મધીયામાં લાખોની ચોરી

ધોળકા તાલુકાના કેલીયા વાસણા, પીસાવાડા ગામ અને શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી લાખોની રોકડ અને દાગીનાની ચોરી કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં તસ્કરોએ રીતસરનો તરખાટ મચાવ્યો છે. ધોળકા તાલુકાના કેલીયા વાસણા અને પીસાવાડા ગામ સહિત ધોળકા શહેરમાં તસ્કરોએ બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને લાખોની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. આ સાથે સ્થાનિકો દ્વારા પોલીસ પર પણ સવાલો કર્યા છે.

તસ્કરોએ પીસાવાડા ગામે બે મકાનોને ટાર્ગેટ કર્યા હતા, જ્યાંથી મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીના પાયલ સહિત કુલ રૂપિયા 74,250ની મત્તાની ચોરી કરી હતી. બીજી તરફ, કેલીયા વાસણા ગામે પણ બે મકાનોના તાળા તોડી સોનાની ચેન, પેન્ડન્ટ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 2,20,000ની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

માત્ર ગ્રામ્ય જ નહીં, ધોળકા શહેરમાં પણ તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ધોળકા શહેરના મધીયા વિસ્તારમાં આવેલી શક્તિ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અહીંથી 400 ગ્રામ ચાંદીના સિક્કા (કિંમત રૂપિયા 1,04,800) અને રૂપિયા 25,000 રોકડ મળી કુલ રૂપિયા 1,29,800ની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.

ચોરીના આ શ્રેણીબદ્ધ બનાવોને પગલે ધોળકા રૂરલ અને ટાઉન પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક રહીશોમાં સતત થઈ રહેલી ચોરીઓને કારણે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ વહેલી તકે તસ્કરોને ઝડપી પાડે તેવી લોક માગ ઉઠી છે. આ સાથે સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments