E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratJunagadh : ગિરનાર તળેટીમાં તપતા તાપમાં ભક્તોની અવિચળ શ્રદ્ધા અને ભક્તિની...

Junagadh : ગિરનાર તળેટીમાં તપતા તાપમાં ભક્તોની અવિચળ શ્રદ્ધા અને ભક્તિની પરાકાષ્ઠા

જૂનાગઢની ગિરનાર તળેટીમાં યોજાતો ભવનાથનો મહાશિવરાત્રી મેળો માત્ર સાધુ-સંતો માટે જ નહીં, પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ વર્ષે ભવનાથમાં ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો.

જૂનાગઢની ગિરનાર તળેટીમાં યોજાતો ભવનાથનો મહાશિવરાત્રી મેળો માત્ર સાધુ-સંતો માટે જ નહીં, પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ વર્ષે ભવનાથમાં ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો, જ્યાં સાધુઓની સાથે સામાન્ય ભક્તો પણ આકરી તપસ્યા કરતા નજરે પડ્યા હતા. સામાન્ય રીતે ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે, પરંતુ ભવનાથમાં નજારો કંઈક અલગ જ હતો.

ભક્તોએ ભારત-પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચને છોડીને ધોમધખતા તાપમાં સાધુઓના દર્શન કરવાનું પસંદ કર્યું. શ્રદ્ધાળુઓએ અતૂટ વિશ્વાસ સાથે જણાવ્યું કે, “મહાદેવ મેચમાં પાકિસ્તાનનો સફાયો કરશે”, આ વાક્ય તેમની રાષ્ટ્રભક્તિ અને શિવભક્તિનો સંગમ દર્શાવતું હતું. મેળામાં આકર્ષણનું કેન્દ્ર એક 5 વર્ષની નાનકડી દીકરી બની હતી.

ભરબપોરે તપતા તાપની પરવા કર્યા વગર આ બાળકીએ રોડની સાઈડમાં બેસીને ભજનની એવી રમઝટ જમાવી કે પસાર થતા હજારો ભાવિકો મંત્રમુગ્ધ થઈ ગયા. મેળાની પરાકાષ્ઠા સમાન રાતની શાહી રવેડી જોવા માટે ભક્તોની ધીરજ જોવા જેવી હતી. મધરાતે નીકળનારી રવેડીમાં કોઈ અવરોધ ન આવે તે માટે ભક્તો બપોરના કાળઝાળ તડકાથી જ રોડની બંને બાજુએ જગ્યા રોકીને બેસી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments