રાજુ કરપડા ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં રહીને પાર્ટીના કાર્યકર્તાઓને તોડતા હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેઓ ભાજપના કહેવાથી આ બધુ કરી રહ્યા હોવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બોટાદના કડદાકાંડમાં પોલીસ સાથેના ઘર્ષણ મુદ્દે જેલમાંથી જામીન પર બહાર આવેલા રાજુ કરપડાએ અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટીના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. ત્યાર બાદ રાજુ કરપડા ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં રહીને પાર્ટીના કાર્યકર્તાઓને તોડતા હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેઓ ભાજપના કહેવાથી આ બધુ કરી રહ્યા હોવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ક્લિપને લઈને રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડાએ ત્રણ નેતાઓ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજુ કરપડાની ઓડિયો ક્લિપ વાયરલ કરીને તેઓ ભાજપના સંપર્કમાં હોય તેવો દાવો કર્યો હતો. જેને લઈને રાજુ કરપડાએ ખુલાસો આપતાં કહ્યું હતું કે, આ ઓડિયો ટેકનિકલ રીતે રેકોર્ડિંગ કરીને વાયરલ કરવામાં આવી છે. તે ખોટી છે. ત્યાર બાદ તેમણે આમ આદમી પાર્ટીના કરણ બારોટ, સ્વયમ સાલવી અને વિપુલ ઠાકોર સામે સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી છે. રાજુ કરપડાએ ત્રણ નેતાઓ સામે ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમી પ્રસરી જવા પામી છે.


